દિલ કા રિશ્તા - 7

(52)
  • 5k
  • 3
  • 2.2k

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાના લગ્ન થાય એવું ઈચ્છે છે. વિરાજ અને આશ્કા પણ એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત કરીને લગ્ન માટે રાજી થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )ઢળતી સાંજે એ લોકો સુરત પહોંચે છે. વિરાજે આશ્રમનાં મેનેજરને ફોન કરી દીધો હોય છે. એ લોકો સૌથી પહેલાં આશ્રમ જ જાય છે કેમ કે તેઓની ગાડી પણ ત્યાં જ હોય છે. ત્યાં પહોંચતાં જ બધાં બાળકો આશ્કા અને વિરાજને વિટળાઈ વળે છે. વિરાજ પણ તેઓ સાથે થોડી મસ્તી કરે છે. આશ્રમની એક વડીલ એમને અહીં જ જમીને જવાનું કહે છે. અને એમનાં આગ્રહને તેઓ