ધ આઈ.ડી. - એક પ્રેમોજીક લાગણી

  • 2.7k
  • 931

આજનો યુગ એટલે ઝડપથી ભાગનારો યુગ કહેવાય, બધુજ મોબાઈલમાં કેદ છે. બસના સમય-ચક્રથી લઈને વિમાનોની ઉડાન સુધી, ભગવાનના ભજનથી લઈને બૉલીવુડના નાચતા ગીત સુધી, ગરીબીના આંકડાથી લઈને અમીરોની સંપતિ સુધી, પાનના ગલ્લાથી લઈને પબની બોટલ સુધી, મુંબઈની ધારાવીથી લઈને તાજ હોટલ સુધી, શહેરોની નાની ગલીઓ થી લઈને હિમાલયના બરફીલા પહાડ સુધી, નાના ઝગડાથી લઈને યુદ્ધના મેદાન સુધી, રાજનીતિની રમતથી લઈને ક્રિકેટના મેદાન સુધી, હાલચાલથી લઈને બ્લેક-મેઈલ સુધી, પોતાની પ્રોફાઇલથી લઈને બીજાની સ્ટોરી સુધી બધુજ તમે જોઈ શકો છો. ફક્ત એક નાનકડા રમકડાની અંદર ! આવાજ એક મોબાઈલથી પ્રેમોજિક હકીકતની શરૂઆત કઈક આવી રીતે થાય છે.આજે કરણના બેન્ક એકાઉન્ટમાં તેના પિતા