તરસ પ્રેમની - ૧

(67)
  • 29.7k
  • 10
  • 6.3k

સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ અને એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે તરફ ઉગી નીકળેલું લીલુછમ ઘાસ અને ઘાસ પર ઝાકળ રૂપી ચમકી રહેલા મોતી. આમતેમ દોડતા શ્વેત વાદળ. બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય. આવી ખુશનુમા સવારની પહોરમાં મેહા રજાઈ ઓઢીને ઊંઘી રહી હોય છે. બારીના કાચમાંથી કુમળો તડકો મેહા ના ચહેરા પર પડે છે. એક યુવક આવે છે અને મેહાને કપાળ પર મૃદુતાથી ચૂમી