લવ ઇન સ્પેસ - 8

(46)
  • 5.5k
  • 2
  • 1.9k

લવ ઇન સ્પેસ પ્રકરણ -૮ અગાઉ પ્રકરણ ૭ માં તમે વાંચ્યું..... બ્રુનો એવલીનનો પતિ હતો. જોકે એ વાત જોયને નથી ખબર. એવલીન જોય અને બ્રુનોની મુલાકાત કરાવે છે.? હવે આગળ વાંચો..... ▪▪▪▪▪ “નોવા ....! કોઈક તો રસ્તો હશેને આ મુસીબતમાથી નિકળવાનો...!?” જોય ધ્રૂજતાં સ્વરમાં નોવાને પૂછી રહ્યો હતો. જોય, એવલીન અને બ્રુનો ત્રણેય મદદ માટે દોડતાં નોવા પાસે આવ્યા હતા. જોયે નોવાને કેપ્સ્ય્યુલમાંથી યાત્રીઓની ડિસ્ચાર્જ થવાની સમસ્યાં અંગે જણાવ્યુ હતું. ત્રણેય હવે નોવાની સામે આશાભરી નજરે જોઈ રહ્યાં હતાં. વીતી રહેલી દરેક સેકંડ જોય માટે અત્યંત ત્રાસદાયી નીવડી રહી હતી. તે ડરી રહ્યો હતો. ક્યાંક કેપ્સ્યુલમાથી ડિસ્ચાર્જ થવાંમાં આગલો