આધુનિક કર્ણ - 3

  • 3k
  • 1.3k

હું પેલા વૃદ્ધને રંગબેરંગી રુમાલો વેંચતા જોવામાં તલ્લીન હતો અને પેલાં છોકરાએ ચ્હાનો કપ સામે લાવીને મારી તંદ્રા ભંગ કરી નાખી. " અલ્યા, કઈ ખોવાઇ ગયો? ચા લે. " રમેશ બોલી ઉઠયો. " હા. " મેં ચ્હા લેતા ફરી રમેશને પૂછયું; " રમેશ, તને એક વાત પૂછું? આ સામે જે માણસ રુમાલો વેંચે છે, એ કોણ છે? આટલી બધી તકલીફો છતાં અહીં રુમાલો વેંચે છે, નિરાંતે ઘરમાં આરામ કેમ નથી કરતાં? જોઈને તો લાગે છે કે આખા દિવસમાં બે રુમાલ પણ વેંચાય તો બહુ કેહવાય. "