માથાભારે નાથો - 37

(64)
  • 5.1k
  • 3
  • 1.9k

માથાભારે નાથો (37) હંસ સોસાયટી એ સમયમાં વરાછારોડ પર પોશ એરિયા ગણાતી.હીરા ઉધોગના ધનકુબેરોના અને અમુક સુરતી લોકોના બંગલા આ સોસાયટીમાં હતા. એ સમયમાં 13 નંબર અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી કોઈએ એ બંગલો ખરીદ્યો ન્હોતો.કોઈ વધારે સમય એમાં ભાડે પણ રહેતું નહીં. રાઘવને જ્યારે એ બંગલો ખાલી હોવાના અને પ્રમાણમાં ભાડું પણ સસ્તું હોવાના સમાચાર મળ્યા ત્યારે તરત જ એણે ડિપોઝીટના પચ્ચીસ હજાર આપી દઈને પોતાના સહિત ત્રણેય મિત્રો માટે એ બંગલો ભાડે રાખી લીધો હતો. રાઘવની પત્ની એનું નાનું બાળક લઈને ઘણા સમયથી ગામડે એના બા-બાપુજી સાથે રહેતી હતી.રાઘવને નાના ભાઈ બહેન પણ હતા. રાઘવની બહેન ભાવનગર