એક અર્ધા શાયરની ડાયરીમાંથી - 7

  • 2k
  • 1
  • 778

૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ (આગલા પ્રકરણથી ચાલુ દિવસ) "બસ, મારા હસબન્ડના અવસાન પછી હું સાવ એકલી થઇ ગઇ. પિયર પક્ષના દરવાજા તો મારા માટે બંધ જ હતાં. મમ્મી અને પપ્પા બન્નેના મૃત્યુ પણ ટૂંકા ગાળામાં જ થયાં, બન્નેનાં સમાચાર મળ્યાં ત્યારે હું ગઇ જ હતી. પણ મને ભાઇએ પણ ના આવકારી. સાસરી પક્ષ તરફથી દોલત બેશુમાર મળી ગઈ, પણ એકલતાની ભેટ ચારે તરફથી મળી. હસબન્ડ એક્સિડન્ટમાં ગુજરી ગયા ત્યારે હું માંડ સત્તાવીસ વરસની હતી, ત્યારથી અત્યાર સુધીમાં મને એકાદ બે જણ એવા મળ્યાં કે જેમની સાથે દિલનો સંબંધ હું અનુભવી શકું... પણ અંતે તો જવાબમાં સામે પક્ષે મને સ્વાર્થ જ દેખાયો...