૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ અમુક વાર અમુક અજાણ્યા લોકોને મળીયે અને એ આપણી બહુ જ નજીકની વ્યક્તિ હોય એવું વર્તન કરવા લાગે. મારા જેવા અંતર્મુખીને એ થોડું અજીબ લાગે, અને મોટાભાગના લોકો પણ એવા વ્યક્તિથી થોડું અંતર રાખવાનું જ પસંદ કરે. પણ જો આપણને એ વ્યક્તિમાં થોડો ઘણો રસ પડે કે એનાથી આપણો કોઇ મતલબ નીકળશે એવું લાગે તો આપણે પણ એની આવી "ગેરવાજબી નજદીકી"ને હળવેથી આવકારીયે જ. મારી સાથે પણ એવું થયું અને મેં પણ એવું કર્યું. સંજના મેડમ સાથે આજે પહેલી વખત રૂબરૂ વાત થઈ. બન્યું એવું કે, આજે શનિવાર અને પ્રજાસત્તાક દિવસ પણ છે, એટલે "સાહિત્ય રસિક મંડળ"