ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૮મીતલ ઠક્કર* જો તમારી સિલ્કની કે હેન્ડલૂમની સાડી કોઇ જગ્યાએથી ફાટી ગઇ છે અને તેનો ઉપયોગ થઇ શકે એમ નથી તો તેમાંથી કુશન કવર બનાવી શકો છો. તમે સાડીમાંથી પડદા બનાવડાવી એનાથી ટ્રેડિશનલ લુક પણ મેળવી શકો છો. સિલ્કની બિનઉપયોગી સાડીમાંથી પેચવર્કવાળી રજાઇ પણ બનાવી શકો છો.* લીલી ચા ઘરમાં રાખીને તમે મચ્છરથી છૂટકારો મેળવી શકો છો. લીલી ચાની સુગંધ મચ્છરને પસંદ હોતી નથી. એટલે મચ્છર ભગાવવાની દવામાં તેનો ઉપયોગ થાય છે. લસણનો છોડ ઘરમાં રાખવાથી પણ મચ્છર આવતા ટકી જશે.* દરેક તકિયાની ઉંમર દોઢથી બે વર્ષની હોય છે. તકિયાને બરાબર વચ્ચેથી વાળો અને ૩૦ સેકન્ડ માટે