દુનિયા તારી રીત નિરાલી

  • 4.5k
  • 1.2k

એક રાજ્યના એક જિલ્લાનું, શહેરથી દૂર આવેલું એક અંતરિયાળ પણ રળિયામણું ગામ. ગામમાં ચાલીસ પચાસ જેવા નાનાં અમથા ઘર ને તેમાં રહેતા થોડા ઘણા પછાત, અભણ ને બિચારા જેવા પરિવાર અને તેઓનાં સભ્યો. નાની-મોટી પહાડીઓ અને વન-વગડાથી ચોતરફ વીંટળાયેલ એ વિસ્તાર જ્યાં ભાગ્યે જ કોઈ શહેરી અવરજવર નો અહેસાસ થાય. દુનિયાથી અલિપ્ત એવી પ્રજા લગભગ ભગવાન ભરોસે - અરસપરસના સહારે જીવન ગુજારે..ને, ન કોઈ ખાસ સુવિધા..! બીમારીની હોય કે કુદરતી આફતની સ્થિતિ હોય કે અન્ય - મદદની ગુહાર દૂર સુધી ભાગ્યે જ પહોંચે. ને, થોડી ઘણી જે ખેતી હોય તેનાથી ગુજરાન થાય....., જીવ - જીવન