સાધક પ્રેમના માર્ગનો

  • 1.7k
  • 1
  • 639

પરાગની અંતિમવિધિમાં જઈને આવ્યો. તે બહુ બીમાર હતો એટલે ગઈકાલે જ હું તેને હોસ્પિટલમાં મળવા ગયો હતો. લગભગ એકાદ કલાક હું તેની પાસે બેઠો હતો. પરાગ એટલે મારા જૂના પાડોશી કિશનભાઈનો છોકરો. કિશનભાઈ અમારી શેરીમાં રહેવા આવ્યા ત્યારથી એમના કુટુંબ સાથે અમારે ઘર જેવા સંબંધો. કિશનભાઈ મારા જ્ઞાતિબંધુ પણ ખરા. હું હાઇસ્કૂલમાં શિક્ષક હતો. એમની નાની દુકાન હતી. એમની સ્થિતિ એટલી સારી તો ન કહી શકાય, પણ ઘરખર્ચ કાઢી લેતા. જો કે કુટુંબ ખાનદાન. એમની ખાનદાની મેં ઘણા પ્રસંગોમાં જોઈ હતી. મારા કામ માટે એમણે અગવડ વેઠી હોય તો પણ મને ખબર ન પડવા દે. નવા જમાનામાં "ખાનદાની" શબ્દ પોતાનો