નામ હતું એનું દીપિકા, દીપિકા દેખાવમાં ખૂબજ ઘાટીલી પણ એનો વર્ણ શ્યામ હતો, કોલેજ પૂરી કરીને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી, એના ઘરમાં એની મમ્મી અને એ બસ બેજ જણા હતા, એના મમ્મી પપ્પાએ ડિવોર્સ લઇ લીધા હતા અને દીપિકા એની મમ્મી સાથે અને એનો ભાઈ જયદીપ એના પપ્પા સાથે રહેશે એવી વાત હતી..... બીજું પાત્ર છે પવન.... નામ એવાજ ગુણો, એકદમ શાંત અને સરળ સ્વભાવ, દેખાવડો પણ ઘણો, પહેલી નજરમાં કોઈ પણ છોકરી ફિદા થઇ જાય પણ તેને એકજ તકલીફ હતી અને એ હતી હકલાઈ ને બોલવાની.... પવનને આ વાત બિલકુલ નહોતી ગમતી કેમકે એના બોલવાના લીધે એ ઘણીવાર