સાલી શુ લાઈફ બની ગઈ છે ! કંટાળી ગયો છું આ રોજ રોજ ની આંઠ કલાક ની નોકરી બે કલાક નું અપ-ડાવન અને એમાં પણ ટ્રેન મોડી હોય તોતો ના જ પૂછવાની વાત. આવી પણ કંઈ જિંદગી હતી હશે ! ચાલ આજે તો રજા છે જરા કંઈક મસ્ત ચટાકેદાર ખાઈ આવું તો મારો રવિવાર નો દિવસ વસુલ થાય.લગભગ એ 4.30 વાગ્યા ના સમયે હું નીકળ્યો અને આંનદ પૂર્વક રવિવાર ની રજા નો આનંદ લેતો લેતો માર્કેટ માં દાખલ થયો ત્યાં મારી નજર એક પાણીપુરી વાળા પર પડી ચાલ આજે પાણીપુરી ખાવા દે કેટલો સમય વીતી ગયો ખાધી એને અને ત્યાં