વન્સ અપોન અ ટાઈમ - 159

(50)
  • 6.2k
  • 8
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 159 ફિલ્મ સ્ટાર ગોંવિંદા અને દાઉદની વિડીયો ટેપના વિવાદના પડઘા ભારતભરમાં પડી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સીબીઆઈ ચૂપકીદીથી એક ‘ઓપરેશન’ને છેલ્લો ઓપ આપી રહી હતી. સીબીઆઈ દાઉદના એક સમયના સાથી અને કુખ્યાત ખંડણીખોર અબુ સાલેમની પોર્ટુગલથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાની વેતરણમાં પડી હતી. અબુ સાલેમ અને તેની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી 2002માં બનાવટી પાસપોર્ટ રાખવાના આરોપ હેઠળ લિસ્બનમાં (પોર્ટુગલમાં) ઝડપાઈ ગયાં એ પછી તેઓ પોર્ટુગલની જેલમાં હતા અને તેમને ફાંસી નહીં આપવાની શરતે ભારતના હવાલે કરવાની મંજૂરી પોર્ટુગીઝ કોર્ટે આપી દીધી હતી. જોકે એમ છતાં અબુ સાલેમ વિરુદ્ધના કેસના જડબેસલાક પુરાવા