વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 158 છોટા રાજન કરાચીમાં છુપાયેલા દાઉદને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે મુંબઈ પોલીસ છોટા રાજનના અત્યંત મહત્વના સાથીદાર વીકી મલ્હોત્રાની પાછળ પડી હતી. રહસ્યમય અને આશ્વર્યપ્રેરક વાત એ હતી કે છોટા રાજને વીકી મલ્હોત્રાને જ દાઉદનું કાટલું કાઢવાની યોજના ઘડવાની જવાબદારી સોંપી હતી! વીકી મલ્હોત્રાએ ઘણા સમયથી હોંગકોંગમાં પડાવ નાખ્યો હતો. પણ 2005ના મધ્યભાગમાં તે કોલકત્તા અને પછી દિલ્હી આવ્યો હતો. મુંબઈ પોલીસને ‘સૂત્રો’ તરફથી વીકી મલ્હોત્રા વિશે માહિતી મળી એટલે મુંબઈ પોલીસે હોંશેહોંશે એક ટીમને તેની પાછળ છૂટી મૂકી દીધી અને મુંબઈ પોલીસે દિલ્હીમાં એક કાર આંતરીને વિકીને ઝડપી