વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 157 દાઉદની દીકરી માહરુખનાં જાવેદ મિયાદાદના દીકરા જુનૈદ સાથેના લગ્ન આડે વિલન ન બનવા માટે દાઉદ અને જાવેદે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ આજીજી કરી. દાઉદ-જાવેદની અમુક મહિનાઓની મથામણ પછી છવટે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ માહરુખ-જુનૈદનાં લગ્ન માટે ગ્રીન સિગ્નલ આપવા તૈયાર થયા. પણ એ માટે તેમણે દાઉદની તિજોરીમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. આઈએસઆઈના અધિકારીઓએ દાઉદને કહ્યું કે, તારી પુત્રીના લગ્નને કારણે પાકિસ્તાનમાં તારી હાજરી વિશે આપોઆપ જગતભરમાં જાહેર થઈ જશે અને અત્યાર સુધી પાકિસ્તાનમાં તારી હાજરી નથી એવું પાકિસ્તાન સતત કહેતું રહ્યું હોવાથી પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મૂકાઈ જશે. પણ તારી સાથે ગાઢ સંબંધને