બસ આજે તને બીજા કોઈ સાથે લગ્નના ચાર ફેરા ફરતી જોઈ હું અંદરથી જ ભાંગી પડ્યો હતો. પરંતુ એકબીજાને આપેલા પ્રોમિસથી થોડો અડગ બનીને તને બીજાની થતી જોઈ રહયો. પણ એકવાત પર હું હજી પણ મુંજાયેલો છું કે તારા જ હાથે તારી લગ્ન કંકોત્રી તે મને આપી. અને અચૂક હાજર રહેવા કહયું, અને તારી આ છેલ્લી વાત મે માંની તેમાં ખરેખર તું ખુશ હતી કે પછી હું .. ? આમતો પહેલેથી જ તારી બધી વાતો માનતો આવ્યો છું. પછી તારી આ છેલ્લી ઈચ્છાને પણ કેમ અધૂરી મૂકી શકું ? વળી એકવાત તો કહેવાની રહી જ ગઈ. કે લગ્નની તૈયારી ખુબ