માથાભારે નાથો - 35

(60)
  • 5.2k
  • 6
  • 1.8k

નંદુડોશીની વાડીમાં નરશી માધાની તિજોરીની ચોરીના સમાચાર સવારે પાંચ વાગ્યે એ આખા વિસ્તારમાં આગની જેમ ફરી વળ્યાં..છાપા નાંખવા આવેલા એક ફેરિયાએ સૌ પ્રથમ મકાન નં-59 આગળ રચાયેલું રમખાણ જોયું હતું પણ પોલીસના લફરામાં પડીને પોતાનો નાનો અમથો ધંધો એ જોખમમાં મૂકવા માંગતો ન્હોતો.છતાં પોતાના ગ્રાહકનું હિત તેના હૈયે વસ્યું હતું. નરશીના કારખાનામાં આવીને એણે કારીગરોને જગાડ્યા હતા. વારાફરતી જાગેલા બધા કારીગરોમાં શરૂ થયેલો ગણગણાટ અંતે કોલાહલમાં પરિવર્તિત થયો ત્યારે ભીમો પણ આળસ મરડીને, સૌથી છેલ્લે ઉઠ્યો. ભીમાએ ઓફિસમાં તોડી નાખવામાં આવેલ ટેબલના કાટમાળમાંથી ટેલિફોન ડાયરી શોધીને નરશીશેઠનો નંબર લગાવ્યો ત્યારે સવારના સાડાપાંચ થયા હતા. કસમયે વાગતી