વાર્તા-ષડ્યંત્ર લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 અર્જુનકુમાર આજે રોજ કરતાં સવારે થોડા વહેલા જાગી ગયા હતા.ઘરે એકલા હતા અને રાત્રે વહેલા ઊંઘી ગયા હતા એટલે વહેલા જાગી ગયા હતા.બેંકની નોકરીમાંથી બે મહિના પહેલાજ નિવૃત્ત થયા હતા એટલે હવે પતિ પત્ની સામાજિક પ્રસંગોએ વધુ હાજરી આપતા હતા.નોકરી દરમ્યાન ઘણા સામાજિક પ્રસંગો ટાળવા પડ્યા હતા પણ હવે તેઓ મુક્ત રીતે દરેક નાના મોટા પ્રસંગો માણતા હતા.સુરેખાબેન એક લગ્ન પ્રસંગે એકલા ગયા હતા અને અર્જુનકુમાર બીજો એક પ્રસંગ સાચવી લેવાના હતા. નાહી ધોઇને તૈયાર થઇ જાતે ચા બનાવીને પી લીધી.કપડાં પહેરીને ઘડિયાળ સામે જોયું.સાડા દસ થયા હતા.પ્રસંગના સ્થળે સાડા અગિયાર પહેલાં પહોંચવું જરૂરી