મહેંકતી કળી

(22)
  • 1.4k
  • 2
  • 548

** મહેંકતી કળી ** મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી અતુલભાઈએ પોતાના મોબાઇલની ફ્લાઇટ ટ્રેકર એપ્લીકેશનમાં મહેંકની ફ્લાઇટનો નંબર નાખી સર્ચ કર્યું. રોયલ ડચ એરલાઇન્સની ફ્લાઇટને એરપોર્ટ પર પહોંચવાને હજુ ઘણીવાર હતી. કદાચ....પોતાની વહાલી દીકરી મહેંક બે વર્ષ પછી કેનેડાથી ફક્ત એક મહિના માટે પરત આવી રહી હતી એટલે હર્ષાવેશમાં તે થોડા વહેલા એરપોર્ટ પહોંચી ગયા હતા. મહેંકે ટોરંટો યુનિવર્સિટીમાંથી હ્યુમન સાયંસિસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બે મહિના પછી તેને ડિગ્રી એનાયત થવાની હતી. તેણે કેનેડામાં વર્કિંગ વિઝા મેળવવાની સાથોસાથ ઓંટેરીયો સ્થિત કેનેડીયન રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની નોકરી માટે અરજી કરી હતી જેની મંજૂરીની રાહ