કહેવતોના કમઠાણ

(12)
  • 4.2k
  • 1
  • 1.2k

કહેવતો પણ જાણે પુસ્તકાલયોની માફક વેન્ટીલેટર ઉપર ધબકવા માંડી. જાહેરમાં હવે છડેચોક ખાસ ઉભરતી નથી. પાઠ્યપુસ્તકમાં ને પ્રશ્નપત્રોમાં સચવાય છે, એટલે કહેવતોનું સામ્રાજ્ય ટકેલું છે. ગુજરાતીમાં કહેવત છે એમ, એમ ‘જે પાણીએ મગ ચડે’ તે પાણીથી દુનિયા હવે ગબડે છે. કહેવતોની શું જાહોજલલી હતી મામૂ..? કોઈપણ મામલાને વીંટો વાળવા માટે, કાયદાની કલમો અસરકાર નહિ નીવડતી ત્યારે, કહેવતોનો પ્રભાવ સામાને આંજી દેતો. ‘છોરું કછોરું થાય, પણ માઉતરથી કમાઉતર થોડું થવાય’ આવી એક જ કહેવતના તીર છોડવાથી બાપ-દીકરાના સંબંધોમાં સાંધણ આવી જતાં..! કાળક્રમે સાપ ગયા ને લીસોટા રહી