એક તરફી પ્રેમનો વાઈરસ

  • 2.7k
  • 911

એણે એને પ્રથમ વખત નવરાત્રીમાં જોયેલી.પારિતોષને નવરાત્રી રમવાનો ખૂબ શોખ હતો. ગુલાબી રંગની ચણિયાચોળી પહેરીને ગરબે ઘુમતી હિરવાને પહેલો વખત જ્યારે પારિતોષે જોયેલી ત્યારથી એ એના દિલમાં વસી ગયેલી. પારિતોષ દેખાવે કોઈ પણ છોકરીને ગમી જાય એવો હતો.સુંદર વાંકડીયા વાળ,કાળી ભમ્મર આંખો,ક્લીનશેવ દાઢી,ગૌરવર્ણ.હા,જરા ઠીંગણો ખરો.બાકી હેન્ડસમ.હિરવાને જોયા પછી બાકીની નવરાત્રીમાં એ જ શેરી ગરબે જઈ પારિતોષ પણ હિરવાની સાથે ગરબે ઘુમતો.બંનેને નવરાત્રીના છેલ્લા દિવસે બેસ્ટ પર્ફોરમન્સનું ઈનામ મળ્યું.એ જ નવરાત્રીમાં એમનો પરિચય થયો.હિરવાના પપ્પા આર્મીમાં હતાં,એટલે હિરવા,એની મમ્મી શિલાબેન અને એનો નાનોભાઈ જય ત્રણને