સ્મિતા પાટીલ વાત ૧૯૮૦ ની સાલ ની છે. દિલ્હી ફિલ્મ ફેસ્ટીવલમાં સ્મિતા પાટીલની ફિલ્મ “ચક્ર” નું સ્ક્રીનીંગ હતું. સ્મિતાની સાથે તેની નાની બહેન અનીતા અને અભિનેત્રી પૂનમ ધિલ્લોન પણ હતી. થયું એવું કે ત્રણેય યુવતીઓ તેમના ડેલીગેટ બેઝ ઘરે ભૂલી ગઈ હતી. સિક્યોરીટી ગાર્ડે તેમને રોક્યા. સ્મિતા અને પૂનમે જણાવ્યું કે તેઓ અભિનેત્રી છે. સિક્યોરીટી ગાર્ડે ગૌર વર્ણ વાળી પૂનમને તરત અંદર જવા દીધી પણ સ્મિતાને ગેટ પર જ રોકી રાખી . સ્મિતા પાટીલ બોલી ઉઠી હતી... ”અરે ભાઈ, મૈ મી ભી હિરોઈન હું” પેલો ગાર્ડ કેમેય કરીને સ્મિતા અભિનેત્રી છે તે વાત માનવા જ તૈયાર નહોતો. આખરે ખાસ્સી રકઝક