પલ પલ દિલ કે પાસ - સાધના - 41

(13)
  • 4.7k
  • 1.5k

સાધના “મેરે મહેબૂબ” ફિલ્મની ઓફર આવી ત્યારે સાધના અવઢવમાં હતી કે સંપૂર્ણપણે મુસ્લિમ માહોલ વાળી ફિલ્મ સાઈન કરવી કે નહિ? આખરે સાધનાએ તે બાબતે ઋષિ’દાને પૂછયું હતું. ઋષિકેશ મુખર્જી બોલ્યા હતા “ હીરો કૌન હૈ ?” સાધનાએ જવાબ આપ્યો હતો. ”રાજેન્દ્ર કુમાર”. ઋષિ’દા એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું હતું. “તો તો તુમ્હે વોહ ફિલ્મ અવશ્ય સાઈન કરની ચાહિયે, ક્યોંકી મુઝે પતા હૈ કી રાજેન્દ્ર સ્ક્રીપ્ટ પઢને કે બાદ હી ફિલ્મ સાઈન કરતા હૈ. ” ૧૯૬૦ માં રીલીઝ થયેલી “મેરે મહેબૂબ” સાધનાની સુપર હીટ ફિલ્મ હતી. એ ફિલ્મમાં ગીત સંગીત ઉપરાંત સાધનાની સુંદરતા અને અભિનયનો એવો સમન્વય રચાયો