પલ પલ દિલ કે પાસ - પ્રેમ ચોપરા - 39

  • 4.5k
  • 1
  • 1.4k

પ્રેમ ચોપરા વાત ૧૯૭૩ ની છે. રાજ કપૂરે “બોબી” માટે પ્રેમ ચોપરાને મહેમાન કલાકાર તરીકે ઓફર કરી હતી. રાજકપૂર સાથે પ્રેમ ચોપરાનું સગપણ સાઢુભાઈનું હોવા છતાં તેણે પહેલે ધડાકે હા નહોતી પાડી. (પ્રેમ ચોપરાની પત્ની ઉમાચોપરા અને રાજ કપૂરની પત્ની ક્રિશ્નાકપૂર સગી બહેનો હતી).આખરે પ્રેમનાથે દરમ્યાનગીરી કરતાં પ્રેમ ચોપરાને કહ્યું હતું. “અગર “બોબી” ચલ જાયેગી તો તુમ્હારા ડાયલોગ દેશ કે બચ્ચે બચ્ચે કી જુબાન પર હોગા..પ્રેમ નામ હૈ મેરા.. પ્રેમ ચોપરા” પ્રેમનાથની આગાહી સાચી પડી હતી. આજે પણ કોઈ જાહેર પ્રોગ્રામમાં પ્રેમ ચોપરા જાય છે ત્યારે ઓડીયન્સ એ જ ડાયલોગ બોલવા માટે તેને મજબૂર કરે છે. પ્રેમ ચોપરાનો જન્મ તા.૨૩/૯/૧૯૩૫