પલ પલ દિલ કે પાસ - નૂતન - 37

  • 4.8k
  • 2
  • 1.3k

નૂતન “ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં ફૂલ નહિ મેરા દિલ હૈ” નૂતન પર ફિલ્માવાયેલું “સરસ્વતીચન્દ્ર” નું નજાકત ભરેલું ગીત એક જમાનામાં યુવાન પ્રેમીઓના પ્રેમપત્રોમાં અગ્રસ્થાને બિરાજતું હતું. ૧૯૫૧માં કિશોર કુમાર સાથેની ફિલ્મ “દિલ્હી કા ઠગ” માં નૂતને તે જમાનામાં સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેરીને આપેલાં દ્રશ્ય માટે ભારે હંગામો થયો હતો. ૧૯૫૧ માં જ રીલીઝ થયેલી નૂતનની “નગીના” ફિલ્મ માત્ર પુખ્ત વયના માટેની હતી પરિણામે પ્રીમિયર શો માં (ફિલ્મની મુખ્ય હિરોઈન હોવા છતાં) ૧૫ વર્ષની નુતનને પ્રવેશ મળ્યો નહોતો. ૧૯૫૨ માં નૂતન “મિસ ઇન્ડિયા”નો ખિતાબ જીતી ગઈ હતી. નૂતનનો જન્મ તા. ૪/૬/૧૯૩૬ ના રોજ થયો હતો. માતા શોભના સમર્થ મશહુર અભિનેત્રી હતા.