અંત પ્રતીતિ - 15 - છેલ્લો ભાગ

(34)
  • 2.2k
  • 985

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૫) નસીબની બલિહારી માનવી નાહક ચિંતા કરે એના ભવિષ્યની, પ્રભુ પર ભરોસો કાયમ રાખ ને જન્મ આપ્યો છે તે જ જીવનની કસોટીઓ પાર કરવાની હિંમત પણ આપશે. ધ્વનિને અચાનક આવેલી જોઈને મનસુખરાય બોલ્યા, “આવ બેટા, શું વાત છે? ઓફિસમાં બધું રાબેતા મુજબ ચાલે છે ને?” ધ્વનિએ કહ્યું, “હા પપ્પાજી, આપના આશીર્વાદથી બધું બરોબર ચાલે છે. મનસુખરાયે પૂછ્યું, “બોલ બેટા, તારે ખાસ વાત કરવી છે?” ત્યારે ધ્વનિએ કહ્યું, “પપ્પાજી, મમ્મીજી, તમે નારાજ ન થતાં, પણ એક વાત કરવી છે. મહેકને વધુ ભણવા માટે લંડન મોકલવાની ઈચ્છા છે.” તેની આ વાત સાંભળતા જ બંને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા.