અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૪) જિંદગી એક જવાબદારી દિલ અને દિમાગની લડાઈમાં માનવી સદૈવ માટે અટવાઈ જાય છે, લાગણીઓને કોરે મૂકીને એક કઠોર વાસ્તવિક જીવન જીવાઈ જાય છે. ધ્વનિ ઓફિસ પહોંચી કે તરત જ સમીરનો મોબાઈલ પર ફોન આવ્યો. તેને પણ ચિંતા થતી હતી કે જલદર્શનમાં કાલે શું થયું? ત્યાં ફોન કરીને પૂછી શકે તેમ ન હતો, તેથી આખી રાત ખૂબ જ અજંપાભરી અનુભવી. સમીરનો નંબર જોઈને ધ્વનિએ મોબાઈલ ઓફ કરી દીધો. સમીરને ખૂબ આશ્ચર્ય થયું ધ્વનિના આજના વર્તનથી... આવું તો કદી બન્યું જ નથી કે મેસેજ હોય કે ફોન હોય તો ધ્વનિએ જવાબ ના આપ્યો હોય. સમીરે ફરીથી ફોન