અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૧) મીઠો સંગાથ લાગણીઓને ક્યાં કોઈ બંધન નડે છે? એ તો મુક્ત થઈને વિહરે છે. સંગાથ મળે મનગમતો, સફળતા પણ સહજ રીતે ઉત્સવ બને છે. ધ્વનિ પોતાની જાતને હવે પહેલાં કરતાં વધારે વ્યસ્ત રાખવા લાગી... જેથી તે ઘટનાને યાદ ના કરે. પણ કહેવાય છે ને મન એવું ચક્ર છે કે જે તમે ભુલવા માંગો છો એ વધારે યાદ આવે. મનની ઊંડાઈ સાગર જેવી છે તેના અમુક ઊંડાણમાં સંગ્રહાયેલી વાતો એવી રીતે બહાર આવે કે તમારા અસ્તિત્વને ઝંઝોળી મૂકે. ધ્વનિની મનોદશા પણ એવી જ હતી. અત્યારે એક બાજુ મનોજના વિરહની વેદના અને બીજી બાજુ આ બનેલી ઘટનાએ