અંત પ્રતીતિ - 8

(21)
  • 3.4k
  • 1.5k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૮) વસમી વેળા જેના સંગાથે, જેની હુંફના સથવારે જિંદગીની સફર માણી હતી, એની અણધારી વિદાય કેવી વસમી વિરહ વેદના થઈ રહી હતી. ધ્વનિ મનોજને જે દિશામાં લઈ ગયા તે દિશામાં મૂક મૂર્તિ બનીને જોતી રહી ગઈ. પોતે ક્યાં છે તે પણ તેને ભાન ન રહ્યું. તેના દિલ અને દિમાગ પર ખૂબ જ જોર પડતાં તે ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી. માનસીએ તેને પડતાં જોઈ અને ઝડપથી 'ભાભી ભાભી' બૂમો પાડીને ધ્વનિને પકડી લીધી... પણ ધ્વનિ બેહોશ બની ગઈ હતી. ધીરે ધીરે બધાં તેને ઘરમાં લાવ્યા અને સોફા પર સૂવડાવીને પાણી છાંટીને ભાનમાં લાવવાની કોશિશ કરવા