બાવા-સાધુ-સ્વામીઓ

  • 5.6k
  • 1
  • 1.8k

બાવા-સાધુ-સ્વામીઓ ત્યાગનો ઉપદેશ આપનારા કેટલાંકની પોતાની વિમલ નથી છૂટતી હોતી! આ ઘનઘોર નિંદનિય અને ધર્મવિરોધી આર્ટિકલ સંપૂર્ણપણે કાલ્પનિક અને કોમ્પ્યુટર જનરેટેડ છે. જે ચીનમાં શોધાયેલી પત્રકારના બદલે મેટર લખી આપતી અત્યાધુનિક ટેકનિક વડે જનરેટ કરાયો છે. જે ધર્મ-સંપ્રદાય માટે જે બાવા-સાધુ-સ્વામી પૂજનિય અને પ્રેરક છે એમની આપણે વાત જ નથી કરી રહ્યાં. આ તો એ પૂજનિય અને પ્રેરક વ્યક્તિત્વો સિવાયનાઓની વાત છે. લેખમાં જેમનો ઉલ્લેખ આવે છે કે એવા કોઈ બાવા-સાધુ કે સ્વામી આ પૃથ્વી પર વિચરણ કરતાં જ નથી. હા, જમીનથી સહેજ અદ્ધર હોય તો ખબર નહીં! હું જેના જેના જે પણ શ્રદ્ધેય કે પૂજનિય બાવા-સાધુ-ગુરુ કે સ્વામીઓ છે