મારી ચૂંટેલી લઘુકથાઓ - 66 - છેલ્લો ભાગ

(15)
  • 3.8k
  • 1
  • 1.2k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ડાયરીનું એક પાનું ૩૧મી મે, ૨૦૧૫, બપોરે ૨ વાગ્યે ફરીથી એ જ બદનસીબ સવાર હતી. ફરીથી એજ નિરાશાથી ભરપૂર મન હતું. ફરીથી એજ નિરર્થકતાનો બોધ હતો. ફરીથી એજ અજાણ્યો ભય હતો કે આજનો દિવસ પણ હાથમાંથી સરકી જશે અને હું કશું જ નહીં કરી શકું. હા, છેલ્લા ત્રણ મહિનાથી મારી સાથે દરરોજ આમ જ થાય છે. જ્યાંસુધી મને યાદ છે કે છેલ્લે હું ૨૮ ફેબ્રુઆરીની સાંજે એ સમયે હસ્યો હતો જ્યારે હું નિવૃત્ત થઈને કાર્યાલયથી મારા પરિવાર સહીત ઘરે પરત ફર્યો હતો અને ત્યાં મારા મિત્રો પોતાના હાથમાં ગુલદસ્તા લઈને મારા સ્વાગતમાં