12. જોડલુંઆ વાત તો મારી કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોની, 40 વર્ષ પહેલાંની છે. એ વખતે આજની જેમ પેઇંગ ગેસ્ટ પ્રથા અસ્તિત્વમાં, એટલીસ્ટ સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો ન હતી. મને બેંક પ્રોબેશનરી ઓફિસરની નોકરી મળી અને સૌરાષ્ટ્રનાં તે વખતે ખૂબ નાનાં પણ જિલ્લાનાં વડાં મથક અમરેલીમાં પોસ્ટિંગ મળ્યું. હવે કોઈ પેઇંગ ગેસ્ટ ન રાખે, હોસ્ટેલની જેમ ગેસ્ટહાઉસમાં રહેવું ન હોય અને એકલીયા એટલે કે અપરિણિતને કોઈ માંડ ભાડે આપે તો કરવું શું? મારી ઉંમર 22 વર્ષની હતી. લગ્ન માટે ઘણી નાની. પિતાશ્રીના એક કલીગને ઘેર પાંચેક દિવસ રહ્યો પછી જિલ્લા પંચાયતનાં ગામમાં એક માત્ર ગેસ્ટહાઉસમાં જવા વિચાર્યું ત્યાં ઇંડક્શન ટ્રેનિંગ આવી. પાછા આવીને વળી