પ્રિયંવદારાણીનાં શબ્દોએ રાજા વિશ્વજીત અને ચેલણારાણીને થોડાં હચમચાવી મુક્યાં. વાત તો સમજી ગયાં પણ એમને એ ન સમજાયું કે એ લોકો એમની દીકરી માટે સિંચનકુમાર માટે કેમ પુછી રહ્યાં છે... ચેલણારાણીએ મનમાં વિચાર્યું ," એકાએક હા ના કરવી યોગ્ય નથી. સામે મારી દીકરીનું ભવિષ્ય છે.. આટલું મોટું રાજ્ય, એકનો એક ભવિષ્યનો કર્તાહર્તા ને રાજા થનાર જમાઈને એમ હાથમાંથી ન જવા દેવાય...મારી દીકરી ત્યાં રાજ કરશે..પણ આ સિંચનકુમારને તો બીજી રાજકુમારી પસંદ છે મને લાગે છે કે આ રાજકુમારી માટે હું હા પાડું તો સિંચનકુમાર સામેથી જ ના પાડશે અને એ લોકોને પણ મારાં તરફથી ખરાબ નહીં લાગે." ઉત્સાહભેર ચેલણારાણી બોલ્યાં,