પ્રિત એક પડછાયાની - ૩૩

(46)
  • 4.1k
  • 1.7k

સૌમ્યકુમાર ફરી પાછાં સુવર્ણસંધ્યા નગરી તરફ જવા નીકળ્યાં છે. અને વળી બે દિવસમાં તે સિંચનરાજાની મનગમતી ધવલપુરીની રાજકુમારી સાથે બધું નક્કી કરાવશે... નંદિનીકુમારીને રાજમાતાને મનાવવાનું અઘરૂં કામ સોંપ્યું છે...પણ એ પહેલાં એક વાત બની ગઈ છે કે જેનાંથી નંદિનીકુમારી ખુબ જ ખુશ છે...એ અત્યારે એ એમની ખુશીની પળોને કોઈ સાથે વહેંચવા ન ઈચ્છતા હોય એમ મનોમન મલકાઈ રહ્યાં છે... ચેલણારાણીએ નંદિનીકુમારીના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, રાજકુમારી આજે તમે બહુ ખુશ છો આટલી લજ્જા અને લાવણ્યતા મેં કદી આપનાં મુખ પર જોઈ નથી... કંઈ વાત હોય તો આપ મને જણાવો. આ વાત ત્યાં કક્ષમાં બેઠેલા રાજા કે જે રાજા સિંચનનાં