સૌમ્યકુમાર વહેલી સવારે એક અલગ વેશ બદલીને રાજકુમાર સિંચન વિશે તપાસ માટે થોડાં સૈનિકો સાથે નીકળી ગયાં. કોઈપણ રાજ્યમાં એમ અંદર તો પ્રવેશ ન કરાય માટે સૌમ્ય કુમારે એક યોજના બનાવી.... વહેલી સવારે મળસકે તેઓ મેલાં ઘેલાં કપડાં પહેરીને પરદેશી હોય એ રીતનો પહેરવેશ અને થોડું વાગ્યું કે એમ હોય એ રીતે બધું તૈયાર કર્યું...ને નગરનાં પ્રવેશદ્વાર પાસે પહોંચ્યાં. તેમને જોઈને ત્યાંનાં ચોકીદારો ત્યાં એમની પાસે પહોંચ્યાં. એમને કોઈને પણ પુછ્યાં વિના પહેલાં એ લોકોની થોડી પ્રાથમિક સારવાર કરી. પછી એમાંનો એક ચોકીદાર ત્યાં રાજાની પાસે ગયો. ત્યાં સૌમ્યકુમારે અજાણ રીતે બધું જાણવા માટે વાત કરવાની શરૂઆત કરી...ને પુછ્યું, "આ