પ્રિત એક પડછાયાની - ૨૮

(51)
  • 4k
  • 1
  • 1.8k

એ ભયાનક જંગલને વીધતા ત્રણેય બહાર રોડ પર આવી ગયાં. એ સાથે જ અપુર્વ બોલ્યો, ભાઈ બોલ તો ખરાં હવે કોણ છે એ ડૉ.આહુજા ?? મેં નામ તો સાંભળ્યું હોય એવું લાગે છે પણ કોણ ક્યાં એવું કંઈ યાદ નથી આવતું. અમદાવાદનાં કોઈ ઓળખીતા ડૉક્ટરમાંથી તો નથી લાગતું મને. અન્વય : " એસવીએ હોસ્પિટલ યાદ છે ?? અપુર્વ : હા એ તો ભાભીને એડમિટ કર્યા હતાં હમણાં તમે હનીમૂન પર આવ્યાં ત્યારે. પણ ત્યાં તો કોઈ ડૉ. આહુજા મને યાદ નથી‌. અન્વય : "મને ચોક્કસ ખબર નથી કે એ જ છે પણ બધી ઘટનાઓ સાથે તાગ મેળવતા લાગે છે કે