પ્રિત એક પડછાયાની - ૨૭

(67)
  • 4.5k
  • 4
  • 1.9k

અન્વયને બધાં જ એ રાજાશાહીની દેખાતી મોટી ખુરશી તરફ ભાગે છે.... જતાં જ નિમેષભાઈ એ મલમલ જેવો ધાબળો ખોલે છે... એમાં એક નાનાં બાળકની જેમ ટુટિયુવાળીને પડેલો છે. અન્વય તો પહેલા એનાં પલ્સને જુએ છે કે જીવિત તો છે કે નહીં...પણ એનાં શ્વાસોશ્વાસ ને ધબકારા બધું એક સામાન્ય વ્યક્તિ જે રીતે જોતો હોય એ મુજબ બરાબર છે... દીપાબેનને એ જોતાં શાંતિ થઈ. તે બોલ્યા, "અપ્પુ ઉઠ બેટા...અપ્પુ ઉઠ.." ફરી ઉપરથી એક અવાજ આવ્યો, "અન્વય તું તારાં નિર્ણય પર અફર તો છે ને ?? અને આ તારો ભાઈ એમ નહીં ઉઠે." " હા મારો નિર્ણય ફાઈનલ છે. પણ પહેલાં મારાં ભાઈને