અન્વય સ્ટર્લિંન હોસ્પિટલના મેઈનગેટ પાસેનાં પાર્કિગમાં ગાડી સડસડાટ કરતો લઈ ગયો...ને ફટાફટ બહાર નીકળીને ઉપર જવાં માટે લિફ્ટ પાસે ગયાં... લીપી બોલી, અનુ આપણે તો થર્ડ ફલોર પર જવાનું છે ને અંકલને મળવાં ?? એમ કહીને એણે લીફ્ટમાં એન્ટર થતાં જ ૩rd ફ્લોર માટે લીફ્ટમેનને કહી દીધું...અન્વય કંઈ જ બોલ્યો નહીં...પણ એને આરાધ્યાના પપ્પા આ જગ્યાએ છે એ કોઈએ કહ્યાં વિના કેમ ખબર પડી.... છતાં એ લીપી ક્યાં જવા ઈચ્છે છે એ તે જાણવા ઈચ્છે છે એટલે એ ચુપ રહ્યો. થર્ડ ફ્લોર આવતાં જ લીપી બહાર નીકળીને પાછળ કોઈ આવે છે કે નહીં એ જોયાં વિના જ જાતે જાતે કોઈને