અન્વયને ગાડી ચલાવતાં જાણે આજે થાક લાગી રહ્યો છે...ભલે ગુજરાતથી દુર જવાનું છે મહારાષ્ટ્ર.તો પણ જાણે ગાડી આગળ વધતી જ નથી કે પછી રસ્તો કપાતો જ નથી એવું લાગી રહ્યું છે.બંને જણાં ગાડી ડ્રાઈવ કરે છે વારાફરથી. વચ્ચે એ લોકો થોડું જમવા માટે રોકાય છે. લીપી તો વચ્ચે મન થાય તો બોલે ને નહીં તો સુઈ જાય....અન્વયને લીપી સાથે આવી રીતે લાંબા રૂટ પર જવાની સૌથી વધારે મજા આવે કારણ એ આખો દિવસ બોલતી રહે...અને સાથે મજાક અને રોમાન્સ પણ. એટલે એ ડ્રાઈવ કરતાં જરાય બોર ન થાય. આજે લીપી ચુપ છે.. દીપાબેન અને નિમેષભાઈ કદાચ ટેન્શનને કારણે ચુપ છે...વળી