** ષડયંત્ર ** ગૌરવ કુમાર દિલ્હી યુનિવર્સિટીનો એક હોશિયાર અને હોનહાર વિદ્યાર્થી હતો. પોલિટિક્સ (રાજ શાસ્ત્ર) સાથે માસ્ટર્સ કર્યા પછી “ ભારતના રાજકારણમાં પળદા પાછળના (Non Stage Actors) પરોબળોનો પ્રભાવ “ એ વિષય ઉપર તેણે પી.એચ.ડી. કર્યું હતું. હવે તે ડો. ગૌરવ કુમાર હતો. ઊભરી રહેલ આ યુવા પ્રતિભા પાછળ યુવાનોનું ખૂબ મોટું સમર્થન હતું. આ યુવાન દેશમાં એક ક્રાંતિ લાવી શકવા સમર્થ છે તેવું યુવાનો માનતા હતા. યુવાનો તેને ઉર્જા અને ઉત્તેજન પૂરું પાડતા હતા. તે યુનિવર્સિટીનો વિદ્યાર્થી નેતા હતો. ઉત્તરપ્રદેશના નાનકડા ગામનો આ ગરીબ અને પછાત યુવાન ખૂબ પ્રતિભાવંત હતો. વિદ્યાર્થીઓના હકો માટે તે સતત કાર્ય કરતો રહેતો