"ઉલટી" ભાઈ તેને ઉલટી થાય તેનો અફસોસ ના રાખો.ભલે બધા કહે,તમે નાહકના ના ઝઘડશો..! પણ,શું તે બધાનાં છોકરાઓ ક્યારેય ઉલટીજ નહીં કરતા હોય ? જાણે તેમને ક્યારેય આ પરિસ્થિતિનો અનુભવ ના થયો હોય તે રીતે બોલે છે.એટલે મારે ઝગડવું પડે છે અને આટલું બોલવું પડે છે.(મેં મારી વાત તથા ઝઘડાનું તાત્પર્ય સમજાવતાં મને સલાહ આપનાર બહેન ને કહ્યું) મારી વાત ચાલતી હતી ત્યારેજ તે બહેન પોતાની મોટી બેગ સમા પર્સમાંથી પોલીથીનનાં બે-ત્રણ ઝભલા કાઢતાં હતા... લો,આ રાખો અને બાબાને ઉલટી થાય ત્યારે તેમાં કરાવી દો.(મારી સામે બે ત્રણ