આલીશાન હોટેલના આલીશાન રૂમનો કીંગસાઇઝ રાઉન્ડ બેડ અને એના પર ટુંટીયું વળીને સૂતેલી રાગિણી... કેયૂરે ફરી એક નજર રાગિણી સામે જોયું અને નિરાશાથી માથું હલાવ્યું. તેણે સ્પેશિયલ હનીમૂન સ્વીટ બુક કરાવ્યો હતો. વિચાર્યું હતું કે લગ્ન પછી હનીમૂન માટે જવાયું નહોતું, તો અત્યારે એક તીરથી બે નિશાન... કામનું કામ અને... પણ રાગિણીની હાલત જોઈને તેને આરામ કરવા દેવાનું જ ઉચિત લાગ્યું.એરપોર્ટથી હોટેલ સુધી પહોંચતામાં તો રાગિણીની હાલત વધુ બગડી ગઇ હતી. હોટેલમાં ચેક ઈન કર્યા પછી પહેલું કામ ડોક્ટરને બોલાવવાનું કર્યુ હતું. ડોક્ટરે ઈન્સ્ટન્ટ રાહત માટે ઇંજેક્શન આપ્યું અને સાથે કેટલીક દવાઓ પણ. બસ, પછી બે કલાકથી રાગિણી આમજ ટુંટીયું