પલ પલ દિલ કે પાસ - નીતુ સિંઘ - 36

(12)
  • 4.2k
  • 1
  • 1.3k

નીતુ સિંઘ “બોબી” માટે રાજકપૂરની પ્રથમ પસંદ ડીમ્પલ કાપડિયા જ હતી પણ ઓડીશન ટેસ્ટ આપતી વખતે નીતુસિંઘે સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું હતું. બે ઘડી માટે તો રાજ કપૂર પણ વિચારમાં પડી ગયા હતા. આખરે તેમણે તે સમયે હાજર રહેલી સીમી ગરેવાલ સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું હતું. સીમીએ પણ પસંદગીનો આખરી કળશ ડીમ્પલ પર જ ઢોળ્યો હતો. આમ નીતુસિંઘ “બોબી” બનતા બનતા રહી ગઈ હતી. જોકે એ વાત જુદી છે કે રીયલ લાઈફ માં તે રિશી કપૂરની “બોબી” બનીને જ જંપી માત્ર એટલું જ નહિ પણ સીતેરના દસકમાં રિશી કપૂર સાથે અગિયાર ફિલ્મો કરીને યાદગાર જોડી પણ જમાવી જેમાંની મોટા ભાગની