સફર અનંતપ્રેમનો - 1

  • 1.9k
  • 1
  • 603

આ પ્રથમ વાર્તા સાથે વાર્તાલેખનની શરૂઆત કરુ છું. હુ પ્રોફેશનલ લેખક તો નથી પણ લખાણની શરૂઆત કરી છે. જોડણી ભૂલ બદલ માફી આપવા નમ્ર વિનંતી. સવાર પડતાની સાથે આપણી રોબોટીક જીંદગી શરૂ થઈ જાય. જેમ સમય ભગાવતો હોય એમ આપણે દોડયા કરીએ. જીવનની રોજબરોજની એ ભાગદોડમાં મન હંમેશા કોઈનો સાથ જંખ્યા કરે છે. બસ એવુ લાગ્યા કરે કે એ હોય તો દિવસની શરૂઆત કંઈક અલગ જ હોત! બસ, આટલો વિચાર મનને વ્યથીત કરી દેવા પર્યાપ્ત હોય. પણ કહેવાય છે ને કે કુદરત કયારે શુ કરામત કરે તેની કોઈને ખબર નથી હોતી.તો આ પ્રણયગાથાની શરૂઆત થાય છે રાજ અને માન્યતાની એક લગ્ન પ્રસંગની મુલાકાતથી જેમાં બંનેમાંથી એકપણ ને ખબર નથી