અંગારપથ. - ૪૧

(220)
  • 12.1k
  • 14
  • 6.2k

અંગારપથ. પ્રકરણ-૪૧. પ્રવીણ પીઠડીયા. એ ચાર વ્યક્તિઓ હતાં. ઝુબેર, સલમાન, પઠાણ અને દિલો. તેમનો સરદાર ઝુબેર હતો. અફઘાનીસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પાકીસ્તાન ઉતર્યો હતો અને ત્યાંથી લોકલ મછુઆરાઓ મારફતે ઝુબેરને મળ્યો હતો. ઝુબેર આવા કામમાં માસ્ટર હતો. આ પહેલા આવી કેટલીય ખેપો તેણે મારી હતી અને તેમાં તે હંમેશા સફળ નિવડયો હતો એટલે સ્વાભાવિક હતું કે તેનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હોય. આ ખેપ લેતી વખતે પણ તેને ખાત્રી હતી કે તે કામ બરાબર પાર પાડશે. તેની સફળતાનાં બે કારણો હતા… એક, ખેપ મારવા તે હંમેશા નાના કદની બોટ વાપરતો અને બે, બને તેટલા ઓછા માણસોને સાથે રાખતો. આ બન્ને નીયમોને