અંત પ્રતીતિ - 7

(20)
  • 3.7k
  • 1.7k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૭) ક્રૂર કાળચક્ર કરેલા કર્મોનો હિસાબ તો મનુષ્ય અવતારમાં ભગવાને પણ ચૂકવ્યો છે, આપણે તો પામર મનુષ્ય, નિયતીના નિયમમાંથી છૂટી શકવાના...? દિવસ અને રાતનું ચક્કર એની ગતિમાં ફરતું જતું હતું. એક રાત્રે અચાનક મનોજને તાવ ચડ્યો. ઘરે જ ડોક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું, “નોર્મલ તાવ છે.” દવા આપીને ડોક્ટર જતા રહ્યાં. બીજા ત્રણ દિવસ થયાં. હવે મનોજનું જમવાનું પણ ઓછું થતું જતું હતું. તાવ ઉતરતો નહોતો. અચાનક એક દિવસ મનોજને લોહીની ઊલટી થઈ. હવે બધાના જીવ અધ્ધર થઈ ગયાં. તરત જ મનોજને હોસ્પિટલમાં દાખલ કર્યો અને બધા ચેકઅપ શરૂ કર્યા. ઉષાબહેન, ધ્વનિ અને મનસુખરાય હોસ્પિટલમાં રહેતા. બાળકોને