મારી ચૂંટેલી લઘુકથાઓ - 61

  • 4k
  • 1.1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા આબરૂની કિંમત મલ્ટીનેશનલ કંપનીમાં છ દિવસ તનતોડ મહેનત કર્યા બાદ રવિવાર ઘનશ્યામ માટે પગ લાંબા કરીને આરામ કરવાનો દિવસ હોય છે. પરંતુ આ દિવસની સાંજ પર એનો કોઈજ અધિકાર નથી હોતો. આ સાંજ પત્ની અને બંને બાળકોની હોય છે. ક્યારેક મલ્ટીપ્લેક્સ તો ક્યારેક મોલ તો ક્યારેક ઇન્ડિયા ગેટ કે પછી બોટિંગ ક્લબ. આજે આ બધા ‘સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ’ માં ચાટ અને પકોડીની મજા લેવા માટે આવ્યા છે. પેલું કહેવાય છેને કે ‘હૈયેહૈયું દળાય’ તેનો અનુભવ કરતા કરતા બાળકો અને પત્ની અહીંની રોશનીથી અભિભૂત થયેલા જોવા મળે છે. જુદાજુદા પ્રકારના વ્યંજન, ચાટ-પકોડી, રબડી-ફાલુદા,