કઠપૂતલી - 31

(72)
  • 6.9k
  • 8
  • 2.8k

એક વિસ્ફોટજનક ખબરનો ન્યૂઝચેનલોને જાણે મસાલો મળી ગયો. કઠપુતલી મર્ડરમિસ્ટ્રીની માસ્ટર માઈંડ મળી ગઈ. જોકે ખૂની વિશે વધુ જાણકારી આપવાનો ઉપરથી મનાઈહુકમ હતો. એટલે વધું માહિતી લીક નહોતી કરાઈ.જોકે કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીને અંજામ આપવામાં કોઈ યુવતીની ભૂમિકાની વાત જાણી લોકમાનસ પર આશ્ચર્યનું મોજું ફરી વળેલું.. સાથે-સાથે લીલાધરનું મર્ડર કરી ખૂનીએ પોતાનું ધાર્યું કરી નાખ્યું હતું."કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીના માસ્ટર માઇન્ડને પકડવામાં ઇસ્પેક્ટર અભય દેસાઈને મળેલી જબરજસ્ત સફળતા..! આખરે બેલગામ થયેલી સિંહણને બેડીયોમાં જકડી લેવાઈ..!"પબ્લીક ખૂની યુવતીને જોવા બેકાબૂ થઈ હતી. ઈસ્પે. અભયને કોર્ટ સુધી ખૂનીને લઈ જતાં ભારે જહેમત ઉઠાવવી પડી.ન્યૂઝચેનલના રિપોર્ટર ખૂનીના પરાક્રમ માટે જાણે કે એના માનમાં કસીદા પઢી રહ્યાં હતાં.