દિલ કા રિશ્તા - 4

(64)
  • 6k
  • 3
  • 2.4k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને એનાં દોસ્ત અપના ઘર આશ્રમમાં રહેતા સર્વ સદસ્યોને આબુ અંબાજીના પ્રવાસે લઈ જાય છે. અને ત્યાં એ લોકો ખૂબ એન્જોય કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )બીજા દિવસે સવારે બધાં નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. વિરાજે જે ગેસ્ટ હાઉસ એ લોકો માટે નોંધાવ્યું હોય છે એમાં જ એ લોકો પણ રહે છે. અને ત્યાંના જ રસોઈઘરના મહારાજને નાસ્તો બનાવવાનું પણ કહી દે છે. બધાં જ નાસ્તો કરી બસમાં બેસી જાય છે. આજે એ લોકો ગુરુ શિખર અને નખી લેક ફરવાના હોય છે. સૌથી પહેલાં એ લોકો ગુરુ શિખર જાય